જૂનુ ઘર ખાલી કરતા
#જૂનુંઘરખાલીકરતાં આજથી સાડા પાંચ વર્ષ પહેલાં અઢી વર્ષના અંશુલ સાથે હું મારા પત્ની અને નાનો ભાઈ વિષ્ણુ સેકટર-27નું સરકારી પોલીસ આવાસ ખાલી કરી ગાંધીનગરના હૃદય સમાં સેકટર-21ના પાટનગરના આ સરકારી આવાસમાં રહેવા આવ્યા.નયનમાં સમણા નો સાગર,ઉમંગ-ઉત્સાહનો આનંદ લઈને જ્યારે આ મકાનમાં રહેવા આવ્યા.ત્યારે આ આવાસ ખુબજ ગમવા લાગ્યું કેમ કે અહીં મારી સી.એમ.હાઉસ ખાતેની નોકરી નજીક,માર્કેટ સાવ નજીક,વિષ્ણુની લાયબ્રેરી નજીક,અંશુલની સ્કૂલ નજીક અને સરસ મજાના કમ્પાઉન્ડની આગળ મારુ ઘર.અમે આવ્યા પછી આ ઘરને ખુબજ લાગણીઓ થી નવા રંગ રૂપમાં ઢાલ્યુ.આગળ પાછળ બગીચો બનાવ્યો,છોડવાઓ માટે ટપક પદ્ધતિથી પાણી લગાવ્યું,સરસ રંગ બેરંગી ફૂલોના કુંડાઓ લગાવ્યા,પોતાની જાતેજ અને મરજી મુજબ ખુબજ ચીવટ અને કુનેહ થી ઘરને ડેકોરેટ કર્યું જેમાં લાઈટ,પાણી,કલર,પડદા અને મચ્છર ઝાળીઓ વગેરેથી ઘરને એક નવા રંગ-રૂપમાં ઢાલ્યું,આમ એક સરકારી આવાસને મધ્યમ વર્ગના સ્વપ્ન મહેલની જેમ સણગાર્યો. લગ્નના ચાર વર્ષ બાદ નવા પરિણયના પ્રેમના શાંત થયેલા ઉભરા પછીની જે એક-બીજ...